Gujarat

ગીર નજીક સીમમાં એક સાથે ૧૦ સિંહ પરીવારોની લટારનો વિડિયો થયો વાયરલ..

ગીર જંગલ નજીક આવેલ સીમ વિસ્તારમાં એક સાથે 10 સિંહોનો પરિવાર લટાર મારતા જોવા મળી રહ્યાં છે. ગીરમાં પડેલા ભારે વરસાદ બાદ લીલોતરી છવાય ગયેલ છે. ત્યારે ડુંગરાવ વિસ્તાર નજીક સીમ વાડીમાં દશ સિંહોનો પરીવાર એક સાથે આવી ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સિંહો એક સાથે પસાર થયેલ ત્યારે વાડી વિસ્તારના ગાડાવટ રસ્તા પર સામેથી આવતુ મીનીટ્રેક્ટર ચાલકે આ સિંહોને જોઇ ગભરાઇ ગયેલ હોય ટ્રેક્ટર તેમજ એક બાઇક ચાલકે વાહન સાઇડમાં ઉભુ રાખી દીધેલ. જોકે એક સાથે દસ સિંહનો પરિવાર લટાર મારતા હોવાનું ગીરગઢડાના થોરડી ગામનો હોવાનું જાણવા મળેલ પરંતુ હાલ આ વિડીયો સોશ્યલ મિડીયામાં ભારે વાયરલ થયેલ જોવા મળી રહ્યો હતો.

ગીર-નજીક-સીમમાં-એક-સાથે-૧૦-સિંહ-પરીવારોની-લટારનો-વિડિયો-થયો-વાયરલ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *