Gujarat

ગીર જંગલ ક્યાંય ટપક ક્યાંય દે ધનાધન વરસાદથી રાવલ શાહી મચ્છુન્દ્રી નદીઓ માં પુર. નાના નદી નાળા સલકાયા…

 ગિરગઢડા
 ભરત ગંગદેવ.
ગીર ગઢડા તાલુકામાં અને ગીર જંગલ પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોર બાદ અનરાધાર વરસાદ શરૂ થતાં નદી નાળા છલકાઈ ગયા હતા
ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ધોકડવા ખિલાવડ ફાટસર ઇટવાયા કોદીયા બેડીયા સોનારીયા જસાધાર તુલસીશ્યામ ગીર જંગલ પંથકમાં ધોધમાર ૨ થી ૩ ઈંચ જેટલો વરસાદ પડયો હતો
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો ઢોલા શેરી ખોડિયાર નગર ભક્તિ નગર માળવી શેરી બજારમાં પાણી ભરાઈ ગયા હતા અને અવિરત વરસાદના કારણે બે કાચાં મકાનની દિવાલ ધરાશયી થઇ હતી
ગીર જંગલ પંથકમાં ૩ થી ૪ ઇંચ જેટલો અતી ભારે વરસાદથી રાવલ શાહી અને મચ્છુન્દ્રી નદીમાં પુર આવ્યું હતું  સિઝનનું પ્રથમ પુર આવતા લોકો પાણી જોવા ઉમટ્યા હતા અને અવિરત વરસાદથી ગીર ગઢડા ઉના દીવ ના લોકો માટે જીવાદોરી સમાન રાવલ ડેમમાં નવા નીરની આવક થઇ હતી……

IMG-20220704-WA0523.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *