સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા
ભારત સરકારના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કન્ઝ્યૂમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન એન્ડ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયૂષભાઈ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં ફિશ એક્સપોર્ટર સાથે બેઠક યોજાઈ હતી તેમજ મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ફિશ એક્સપોર્ટર્સે મંત્રીશ્રી સાથે વિદેશમાં ડ્યૂટી કન્સેશન, માછીમારીના એક્સપોર્ટેશનમાં પડતી મુશ્કેલીઓ, રજીસ્ટ્રેશન, વિવિધ દરિયાઈ ઉત્પાદનો તેમજ માછીમારી સંદર્ભે પણ ચર્ચાઓ કરી હતી. જેના સંદર્ભમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ક્ષેત્ર એવું છે જે અનેક શક્યતાઓથી ભરેલું છે. હાલ ભારત અને કોરિયા સાથે વાતચીત ચાલુ છે અને શક્ય એટલી ફિશરિઝની તમામ વસ્તુઓનો સમાવેશ કરવા અંગે વાતચીત ચાલી રહી છે ઉપરાંત આસિયાન સંગઠિત દેશ સાથે પણ રિનેગોશિએશન વિશે વાત ચાલે છે. મંત્રીશ્રીએ ફિશિંગમાં પડતી મુશ્કેલીઓ અંગે ઉમેર્યુ હતું કે ફિશિંગ ઉદ્યોગની બાબતમાં જે દેશ ભારત સાથે સારી રીતે વર્તણૂંક કરશે ભારત તેની સાથે સારી વર્તણૂંક રાખશે અન્યથા ખોટી રીતે ઉદ્યોગની નીતિઓને પ્રતાડિત કરવા પર જડબાતોડ જવાબ મળશે. ઉપરાંત તેમણે એ પણ ઉમેર્યુ હતું કે ભારત દેશનો માછીમારી ઉદ્યોગ સદીઓ જૂનો છે. જેનો ભારતની આર્થિક ઈકોનોમીમાં પણ મોટો ફાળો રહ્યો છે. સરકાર આ ઉદ્યોગના વિકાસમાં આવતી તમામ અડચણો દૂર કરવા માટે કટિબદ્ધ છે.
આ કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ ભાલકા ખાતે ઉજ્જવલા યોજના, મનરેગા યોજના, માતૃશક્તિ યોજના, વિધવા સહાય, મા અન્નપૂર્ણા યોજના, વાજપેઈ બેંકેબલ યોજના, દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ-અલગ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.