ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુજરાત સરકાર દ્વારા પારદર્શી પ્રશાસનની પ્રતીતિ સ્વરૂપે ૮ ઓક્ટોબર ૨૦૨૦ થી સેવાસેતુ કર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સરકારશ્રીની અનેકવિધ યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચાડવા માટે છેવાડાના લોકો સુધી પહોંચીને સેવાસેતુ કાર્યક્રમો મારફત ઘર આંગણે જઇ તમામ વિભાગો દ્વારા સેહલાઈ પૂર્વક લોકોના પ્રશ્નો હલ કરી તેમને સરકારશ્રીની અનેક યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે.
ત્યારે આઠમ તબક્કાના સેવસેતું કાર્યક્રમ વેરાવળ તાલુકામાં પ્રાથમિક શાળા ભાલપરા, તાલાળા તાલુકામાં પ્રાથમિક શાળા ચિત્રોડ, સુત્રાપાડા તાલુકામાં પ્રાથમિક શાળા મોરડીયા, ઉના તાલુકામાં પ્રાથમિક શાળા ડમાસા, કોડીનાર તાલુકામાં પ્રાથમિક શાળા મિતિયાજ, ગીર ગઢડા તાલુકામાં પ્રાથમિક શાળા જરગલી ખાતે યોજાશે જેનો બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લેવા તંત્ર અનુરોધ કરે છે
સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ-રાશન કાર્ડમાં ફેરફારો, મહિલાઓ અને બાલિકા લક્ષી યોજનાઓ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી.ની ચકાસણી), ઘરેલું નવા વીજ જોડાણ, પશુઓ સંબંધિત સેવાઓ, બેન્કિંગ અને ખેતી સંબંધીત સેવાઓ જેવી કુલ ૫૬ સેવાઓ લોકોને એકજ સ્થળે પુરી પાડવામાં આવશે.
