Gujarat

ગોંડલના યુવકે લગ્નની ના પાડતા યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

ગોંડલ
દેશભરમાં મહિલાઓ સાથે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે જે એક ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે ગોંડલના આવાસ કવાટરમાં રહેતા શખ્સે સમજૂતી કરાર કરી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી જેલ હવાલે થવા પામ્યો છે. યુવતી કે મહિલાઓ સાથે દુષ્કર્મ તો ઠીક બદસલુકી પણ ન થવી જાેઈએ તેના માટે ત્વરિત અને કડકમાં કડક સજા થવી જાેઈએ, તે દેશની સમગ્ર જનતાની માંગ હોય છે, પરંતુ ઘણી ઘટનાઓમાં કંઈ કાચું તો વેતરાઈ જતું નથી તે પણ તપાસનો વિષય બની જતો હોય છે. ગોંડલના આવાસ ક્વાટરમાં એક શખ્સે યુવતી સાથે સમજૂતી કરાર કરી શરીર સંબંધ બાંધ્યા, બાદમાં લગ્નની ના કહી દેતા યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૬(૨)(એન) ૩૨૩, ૩૧૨, તથા એટ્રોસીટી એકટ કલમ ૩ (૧)(એસ)(એસડબ્લ્યુ),૩(૨)(૫),૩(૨)(૫-એ) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *