Gujarat

ગોધરામાં હિન્દુ શિક્ષિકા પર મુસ્લિમ શિક્ષક દ્વારા વારંવાર દુષ્કર્મ કરવા ધમકી આપતો

ગોધરા
ગોધરા તાલુકાની એક ખાનગી શાળામાં ખેડા જિલ્લાના ઠાસરા ગામનો સોહેર અખ્તર ઇમ્તીયાઝ મીયાં શિક્ષક તરીકે અને ગોધરાની હિન્દુ યુવતી શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતા. સ્કુલમાં ફંકશન દરમ્યાન સોહેબે શિક્ષિકાના ફોટા વીડિયો ઉતારીને તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ અને તારા ખાનદારને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. હિન્દુ શિક્ષિકાની મરજી વિરુદ્ધ ડાકોરની હોટલ સહિત અલગ અલગ જગ્યાએ લઇ જઇને અનેકવાર શિક્ષિકાની મરજી વિરુદ્ધ મુસ્લિમ શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. સોહેબે શારિરીક સંબંધ રાખવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ અને શિક્ષિકાને જાે તુ મારી સાથે સંબંધ નહિ રાખે તો તને અને તારા છોકરાને ઉઠાવી જઇશ તેવી ધમકીઓ આપતો હતો. તારે મારી સાથે આવવું પડશે નહિ તો તારા મોઢાં પર એસિડ નાખી દઇશ તેવી ધમકી આપતો હતો. આખરે કંટાળીને શિક્ષિકાએ મુસ્લિમ યુવક સામે પોલીસ ફરિયાદ નોધાવી હતી. પકડાયેલ મુસ્લીમ યુવકને પોલીસે રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરતાં કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

Muslim-youth-threatens-Hindu-girl.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *