રાજ્યના આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2018 માં પેસા એકટની અમલવારી ના ભાગરૂપે જિલ્લામાં 300 જેટલા ગૌણ ખનીજ સાદી રેતીના બ્લોકની ઇ હરાજી કરવામાં આવી સાથે રાજ્યભરમાં 1119 બ્લોકની હરાજી કરવામાં આવી ,પંથકના આદિવસીઓએ હોંશે હોંશે પતન ઘરના ઘરેણાં ,ખેતરો ગીરવે મૂકી હરાજીમાં ભાગ લઇ બ્લોક તો મેળવ્યા પરંતુ એન્વાયર ક્લિયરન્સ ,ફોરેસ્ટ NOC માટેના અઘરા નિયમો ને લઈ આજ દિન સુધી જિલ્લામાં એકપણ બ્લોકમાં ખાણકામ શરૂ કરી શકાયા નથી,અને તેને લઈ જિલ્લામાં પેસા એકટનો અમલ શક્ય નથી બન્યું, આજ રીતે રાજ્યની 1119 પૈકી B2 કેટેગરીની માત્ર 30 બ્લોક શરૂ કરી શકાયા છે,ત્યારે સરકારમાં કરોડો રૂપિયાની ડિપોઝિટ ભરવા છતાંય હરાજીમાં રાખેલ બ્લોક શરૂ ન કરતા બ્લોક ધારકો એ આખરે કલેક્ટર સ્તુતિ ચારણ ને આવેદન પાઠવ્યું છે,બ્લોક ધારકોનો આરોપ છેકે સરકાર દ્વારા 31 માર્ચના રોજ પૂર્ણ થતી તમામ લિઝો ની મુદ્દતમાં રોયલ્ટીની રકમમાં ભાવ વધારો કર્યા વિના 2025 સુધીની મુદ્દતવધારી આપી છે ,તો તેની રોયલ્ટી ની રકમમાં પણ વધારો કરવામાં આવે, બ્લોકને લઈ સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે,રોયલ્ટી પેટે હાલ મળતી રકમના ત્રણથી દસ ગણી આવક વધી શકે છે રકમ જેતે વિસ્તારની પંચાયત ને વિકાસના કામોની ગ્રાન્ટ પેટે પણ આપી શકાય,અને રોજગારી પણ આપી શકાય.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


