Gujarat

ગૌ માતાને રાષ્ટમાતા જાહેર કરવા ની માંગ સાથે ભાલકા તીર્થ થી ગાંધીનગર જય રહેલ પદયાત્રા શાપર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું.

શાપર-વેરાવળ:-
ભાલકા તીર્થ થી પ્રસ્થાન કરેલ રાષ્ટ માતા પદ યાત્રા આજરોજ શાપર ખાતે આવેલ કર્મભૂમિ એપાર્ટમેન્ટ પાસે ગૌ માતા ને રાષ્ટ માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયેલ પદ યાત્રા નું આજરોજ શાપર માં પદયાત્રા આવી પહોંચેલ હતી. જેમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું.ગૌ માતા રાષ્ટમાતા પદ યાત્રા જે 31 તારીખે થી ભાલકા તીર્થ થી પ્રસ્થાન કરેલ હોય જેમાં અર્જુનભાઈ આંબલીયા દ્વારા ગૌ માતા ને રાષ્ટ માતા નો દરરજો આપવા પોતે પદયાત્રા યોજી ગાંધીનગર ખાતે 12 તારીખે પહોંચ છે.જેમાં દીપકભાઈ ઝાલા,પરબત ભાઈ કરમુર દિનેશભાઈ કરમુર, તેમજ તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ ગઢીયા,શાપર-વેરાવળ ના ગ્રુપ સર્કલ વગેરે ના સ્વાગત કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1659711084900.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *