Gujarat

ઘડિયાના શહીદ જવાનના પરિવારને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ૧,૧૧૦૦૦ રૂપિયા ની આર્થિક સહાય

રિપોર્ટ.મકસુદ કારીગર
દેશ ની સુરક્ષા માટે કડ કડતી ઠંડી માં દેશ ની સરહદ પર ફરજ બજાવતા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વિર જવાન હિતેશસિંહ પરમાર  શહીદ થયા છે ત્યારે તેમના બેસણામાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ભાઈ ઝાલા એ હાજરી આપી અને તેમના પરીવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. દેશ માટે શહીદ થનાર હિતેશસિંહ જી ના પરીવાર ને સ્વ. મગનભાઈ ગોકળભાઇ ઝાલા(પૂર્વ. ધારાસભ્ય કઠલાલ), સ્વ.ભારતીબેન મગનભાઈ ઝાલા તથા સ્વ. પ્રવિણસિંહ મગનભાઈ ઝાલા તેમજ રાજેશકુમાર મગનભાઈ ઝાલા(ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ) પરિવાર તરફથી 1 ,11,000(એક લાખ અગિયાર હજાર) રૂપિયા ની આર્થિક સહાય કરી, તેમજ વિર શહિદ હિતેશસિંહ ના દીકરા સુગમ ને જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી નો તમામ ખર્ચ તેઓ  ઉઠાવશે  તેવી તેમના પરિવાર ને ખાત્રી આપી હતી.

IMG-20220116-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *