ગાંધીનગર
ગાંધીનગરના ચંદ્રાલા હિંમતનગર હાઇવે રોડ પરથી લકઝરી બસમાં બે પિસ્તોલ – ૫૦ નંગ જીવતા કારતૂસ મળી આવતાં માર્ચ ૨૦૨૧ માં ચીલોડા પોલીસ મથકમાં નોંધાયો હતો. જે પ્રકરણમાં અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી. જ્યારે ગેંગવોરમાં પત્નીને ગોળી વાગતાં બદલો લેવા માટે હથિયારો મંગાવનાર મુખ્ય સૂત્રધાર અજય શિંદેને પણ પોલીસે ધરપકડ કરી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ચિલોડા પોલીસે માર્ચ ૨૦૨૧ માં ચંદ્રાલા ગામની સીમમાં હિંમતનગર હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ (નંબર ઇત્ન-૩૦-ઁછ-૩૩૨૦)માંથી બિનવારસી થેલામાંથી બે પિસ્તોલ અને ૫૦ જીવતા કારતૂસ, બે ખાલી મેગ્જીન ઝડપી પાડયા હતા. તો આ બસ રોકવામાં આવી ત્યારે ઉદેપુર (રાજસ્થાન)થી બેઠેલો મુસાફર ભાગી ગયો હતો. બીજી તરફ આ ગુનામાં વીસેક દિવસ પછી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ચીલોડા વિસ્તારમાંથી રાજસ્થાનના રામ કિશન ઉર્ફે બચ્ચા રામરતન માલીની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેની પૂછતાંછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે, અગાઉ તેના ગામ ભોલપૂરામાં રહેતા મિત્ર અત્તરસિંહ ઉર્ફે અત્રા ભેરુસિંહ ગુર્જર મળ્યો હતો. જેણે થેલામાં ઉક્ત હથિયારો આપીને સુરતમાં રહેતા તેના મિત્ર પવનસિંહ પરાસરને આપવા મોકલ્યો હતો. જે પેટે ૫ હજાર મળ્યા હતા. ત્યારે આ પવનસિંહ ઓમકારેશ્વર- કેદારનાથ મંદિરનો પુજારી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ઉપરાંત આ પવનસિંહનો પણ એક મિત્ર અજય શિંદે પુના ખાતે રહે છે. જેને પુનાની નવનાથ લુંઢા ગેંગ સાથે દુશ્મનાવટ હતી. એક દિવસ અજય તેની પત્ની મેઘનાને લઈને જતો હતો. ત્યારે આ ગેંગ દ્વારા ફાયરિંગ કરાયું હતું. જેમાં મેઘનાને ગોળી વાગી હતી. જેનો બદલો લેવા માટે આ હથિયારો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. જાે કે અજય શિંદે ઉક્ત ગુનામાં છેલ્લા ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હતો. જેને ચીલોડા પીઆઈ મયુરધ્વજસિંહ જાડેજાની ટીમના પીએસઆઇ વી એન પંડ્યા સહિતના સ્ટાફે હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પુણેથી ઝડપી પાડી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

