માંગરોળમાં પ્રભાતફેરી ધૂનમંડળના સ્થાપક સભ્ય મુકુંદભાઈ ત્રીભોવનદાસ ભસ્તાના(ઉ.વર્ષ.૮૫), તે સ્વેતનભાઈ ભસ્તાનાના પિતાશ્રી જેમનું તા.૧૪-૦૩-૨૦૨૨ ને સોમવારના રોજ માંગરોળ મુકામે અવસાન થયેલ છે
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળની અનેક વિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ જાયન્ટસ ગૃપના પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રી નાથાભાઇ નંદાણીયા ને જાણ કરતા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા.તે મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
ભસ્તાના પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને મુકુંદભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.


