પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે આધારે એચ.એચ.રાઉલજી ઇન્યા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે એચ.એચ રાઉલજી તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે વનાર-જામલા તરફ જવાના ચાર રસ્તા પાસેથી નરેશભાઇ કેસલાભાઇ તોમર (ભીલાલા) અને તેના મિત્ર કરસીંગ ઉર્ફે કલસીંગભાઇ સુરસીંગભાઇ ઉર્ફે સુરલીયા સાપલીયા (ભીલાલા) નાઓને ચોરીની બજાજ પલ્સર ૧૫૦ મોટર સાયકલ સાથે પકડી પાડી સદર મોટર સાયકલ અંગે ખાત્રી તપાસ કરતા વડોદરા શહેર બાપોદ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલાનું જણાતા સદરી બન્ને ઇસમની ધરપકડ કરી ઘનીષ્ઠ પુછપરછ કરતા પોતે તથા તેના સાગરીતો મારફતે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓ માંથી મોટર સાયકલ ચોરીઓ કરેલાની કબુલાત કરતા એચ એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. નાઓએ પકડાયેલ ઇસમના સગા સંબંધીનો સંપર્ક કરી બાપોદ પો.સ્ટે. તથા અમરોલી પો.સ્ટે. તથા કાલોલ પો,સ્ટે. વિસ્તારમાંથી તેઓએ તથા તેઓના સાગરીતોએ મળીને ચોરી કરેલ મોટર સાયકલો રીકવર કરવા સારૂ અલગ અલગ ટીમો બનાવી કુલ ૦૭ મોટર સાયકલોની કિ.રૂ.૩,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી પકડાયેલ ઇસમને સી.આર.પી સી ૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે. આમ, મધ્યપ્રદેશ રાજ્યના ઇસમો દ્વારા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી વાહન ચોરી કરવામાં આવેલ હોય જે ચોરાયેલ મોટર સાયકલો તથા આરોપીને ઝડપી પાડેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


