Gujarat

છોટાઉદેપુર ખાતે મહા રોજગાર ભરતી મેળો યોજાશે 

છોટાઉદેપુર:
આગામી તા. ૦૭/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે દરબાર હોલ ખાતે જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લા કક્ષાના ઓદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન  કરવામાં આવ્યું છે.
જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર દ્વારા આયોજીત થનારા આ રોજગાર ભરતી મેળામાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તક પુરી પાડવામાં આવશે. તેમજ ભતીમેળામાં નોકરીદાતાઓ પાસેથી મેળવેલ વેકેન્સી અનુસાર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રોજગારવાંચ્છુ યુવાનોને રોજગાર મળી રહે તે માટે નોકરીદાતાઓ રોજગાર કચેરીઓ દ્વારા સતત કૂશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર જિલ્લાકક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ભરતી મેળામાં ધો. ૧૦, ધો.૧૨ પાસથી ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ કક્ષાના ઉમેદવારો તેમજ આઇ.ટી.આઇ અને ડિપ્લોમા એન્જીનિયરિંગ પાસ કરેલ ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારો ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે જરૂર જણાય તો રોજગાર સેતુ ૬૩૫૭૩૯૦૩૯૦  અથવા જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *