છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવા છતાં બસ શરૂ ન થતા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એસટી ડેપો ખાતે એકત્રિત થઈ ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ચીખલી ગામના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા માટે ભારે હાલાકી ભોગવી પડે છે છેલ્લા ઘણા સમયથી બસ બંધ હોવાને લઈને વિદ્યાર્થીઓને હાલાકી પડે છે ચીખલી ગામે બસના અભાવે વિદ્યાર્થીઓને બે કિલોમીટર સુધી ચાલીને રાયછા બસ સ્ટેન્ડ સુધી જવું પડે છે રાયછા બસ સ્ટેન્ડ ખાતે પણ બસ ટાઈમ પર આવતી નથી, તેને લઈને ચીખલી ગામના સરપંચ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એસટી ડેપો ખાતે મેનેજરને આવેદન આપી વહેલી તકે બસ શરૂ કરવાની માંગ કરાઈ હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


