આજે છોટાઉદેપુર તાલુકાના કાછેલ અને કાનાવાંટ ગામ વચ્ચે આની નદી ઉપર પુલ મજૂર કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી તેવી માગ સાથે મોટી સંખ્યામાં ગામ લોકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું, ગામ લોકો દ્વારા જણાવ્યા મુજબ આ રસ્તા ઉપરથી આજુબાજુના 20 ગામોના લોકો ઉપયોગી રસ્તો આવેલો છે અને નદી ઉપર પુલ માટે ગામ લોકો દ્વારા ઘણા વર્ષોથી રજુવાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આનું કામ કરવામાં આવ્યું નથી અને તેને લઈને ગામ લોકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી પુલ મજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


