Gujarat

ચોરી કે છળકપટથી મેળવેલ ઇનોવા ગાડી સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ છોટા ઉદેપુર જિલ્લામાં ચાલતી દરેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવુતી બંધ કરવા માટે સુચના કરેલ હોય જેથી છોટાઉદેપુર એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર  જે.પી.મેવાડા તથા પોલીસ સ્ટાફ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્રજ ભૂમિ સોસાયટી પાસે વાહન ચેકિંગમા હતા દરમ્યાન વડોદરા તરફથી નંબર વગરની એક ટોયટો કંપનીની ઇનોવા ગાડી લઇને ત્રણ ઇસમો આવેલ હોય જેને રોડની સાઇડમા ઉભી રખાવી ત્રણે ઇસમોને નીચે ઉતારી ઇનોવાના ગાડીના ચાલક પાસેની ગાડીના આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન કાગળો માંગતા તે ગલ્લા-તલ્લા કરી રજીસ્ટ્રેશન કાગળ રજુ કરેલ નહી જેથી તેને ઇનોવા ગાડી ક્યાંકથી ચોરી કરી અથવા કોઇકની પાસેથી છળકપટથી લાવેલ હોવાનો શકા જતા ઇનોવા ગાડીના ચાલકનુ નામ-ઠામ પૂછતા તેને પોતાનું નામ (૧) મોહમંદ ઉવેશ મોહસીનભાઇ શેખ ઉ.વ ૨૫ ધંધો. ડ્રાઇવિંગ રહે. GF-2 મીરા એવન્યુ ચિતારાવાડ, મસ્જીદની સામે સુલતાનપુરા ન્યાય મંદીરની સામે વડોદરા શહેર તથા (૨) યુનુસ યાસીનભાઇ શેખ ઉ.વ ૨૪ ધંધો નોકરી રહે. પાંગર મોહલ્લા કાસુસાદીક દરગાહ નજીક બૈનુર ફઝલ કોમ્પ્લેક્ષની સામે ફતેપુરા વડોદરા શહેર તથા (૩) આદીન જાકીરહુસેન શેખ ઉ.વ ૨૩ ધંધો. રીક્ષા ડ્રાઇવર રહે. ગોયલઉસ કોર્પોરેશનના મકાન બ્લોક નં ૩ મકાન નંબર ૨૯ સનફાર્મા રોડ તાંદલજા વડોદરા શહેર નાઓ હોવાનુ જણાવેલ જેથી ત્રણેય ઇસમોને સદર ગાડીનો રજીસ્ટેશન નંબર પુછતા કોઇ જવાબ આપેલ નહીં જે ઇનોવા ગાડીમાં તપાસ કરતા પાછળના ભાગે છુટી નંબર પ્લેટ મળી આવેલ જેના ઉપર રજીસ્ટર નંબર DD-03-K-1323 નો હોય જેથી સદર નંબર ઇ-ગુજકોપમા સર્ચ કરતા ગાડીનો ચેચીસ નંબર જોતાં MBJJA 8E000508747 તથા એન્જીન નંબર 13744 હોય જે ગાડીના માલીક વિજલભાઇ પ્રકાશભાઇ મિસ્ત્રી રહે. ૫૬-૧ પટેલ ફળીયા ૦૨ મારવાડ, નાની દમણ ૩૯૬૨૧૦ નાઓના નામે હોય જે ઇનોવા ગાડીના ત્રણે ઇસમો રજીસ્ટ્રેશન કાગળો રજુ નહી કરી ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતા હોય જેથી સદર ઇનોવા ગાડી શંકાસ્પદ જણાતા કી.રૂ ૧૬,૦૦,૦૦૦/- ની ગણી CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી ત્રણેય ઈસમોને CRPC કલમ-૪૧(૧) ડી મુજબ અટકાયત કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220826-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *