Gujarat

છોટાઉદેપુર તાલુકાના મોટી ઝેર ગામે ગઈકાલે વન વિભાગે રેસ્ક્યુ કરેલ દીપડાનું મોત નીપજ્યું છે,

 વન વિભાગ દ્વારા દીપડાનું પીએમ કરી વિશેરા લઈ દીપડાના શરીરનો કાયદાકીય રીતે અગ્નિદાહ આપી નિકાલ કરવામાં આવ્યો છે, ગઈકાલે મોટી ઝેર ગામની સીમ મા ઘાયલ અવસ્થામાં લંગડાતો ચાલતો દીપડો દેખા દેતા વન વિભાગને જાણ કરાઈ હતી, દીપડાએ નજીકની એક ટેકરીની ગુફામાં આશરો લીધો હોવાનું સામે આવ્યું હતું, દીપડો ઘાયલ હોવાને લઇ તેની સારવાર માટે વન વિભાગ દ્વારા મોડી સાંજેતેનું રેસ્ક્યુ કરી પાંજરે પુરી તેની સારવાર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી ,જોકે બીજા દીપડા અથવા અન્ય કોઈ વન્ય પ્રાણી સાથે થયેલ ઇનફાઈટ મા દીપડો ગંભીર રીતે ઘાયલ હોવાને લઇ તેનું મોત નીપજ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220628-WA0028-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *