ધર્મેન્દ્ર શમાં, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ અનડીટેક મિલ્કત સંબંધી ચોરીઓના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સમજ કરેલ જે અનુસંધાને ” એચ.એચ.રાઉલજી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે, છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેલવાંટ ગામે રમેશભાઈ ધાણકાભાઇ રાઠવાનાઓના ખેતરમા થયેલ પાણી ખેંચવાની મોટરની ચોરીના મુદદામાલ સાથે ત્રણ ઇસમો કવાંટ નાકા પાસે ઉભેલા છે. તેઓ આ ચોરીનો મુદામાલ વેચવા જનાર છે. જે હકીકત આધારે સદરી જગ્યા ઉપર જઇ જોતાં વર્ણન મુજબના ત્રણ ઇસમોને કોર્ડન કરી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી મોટર ચોરીના ગુના બાબતે પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ સાથે મળી ચોરી કરેલાની કબુલાત કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેકટ મોટર ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

