નવસારી
ભારત સરકાર દ્વારા શ્રમિકોને સંગઠિત કરવા માટે ઇ શ્રમિક કાર્ડના વિતરણની શરૂઆત ૨૬ ઓગસ્ટ ૨૦૨૧ થી કરી છે.જેમાં રજીસ્ટ્રેશન કરવા વાળા ઉમેદવારોને એક યુએએન કાર્ડ આપવામાં આવે છે.જેમાં શ્રમિકોને ભવિષ્યમાં નોકરી ની તક રહેલી છે.જેની સમગ્ર જાણકારી ઇ શ્રમ પોર્ટલ પર મળી રહેશે શ્રમ અને રોજગાર મંત્રાલય શ્રમિકોને દેતા એકત્ર કરીને આ પોર્ટલ ની શરૂઆત કરી છે.
શ્રમિકોને આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી અને વિવિધ લાભથી ભરપૂર આ કાર્ડ થકી અનેક જરૂરિયાત મંદ લોકો ને સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી મદદરૂપ થવાનો એક પ્રયાસ કર્યો છે જેમાં સામાજિક સંસ્થાઓ આગળ આવીને શ્રમિકોના ઘરે જઈને તેમના જરૂરી દસ્તાવેજાે અને ડેટા એકત્ર કરીને કાર્ડ તેમને કોઈપણ સરકારી કચેરીએ ધક્કો ખવડાવ્યા વગર બનાવી આપતા સાંસદ સી.આર.પાટીલ એ પણ સામાજિક સંસ્થાના કાર્યકરોને આ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નવસારીના સાંસદ દ્વારા જલાલપોરની સરદાર પટેલ સ્કૂલમાં ૫૬૦૦ જેટલા ઇ શ્રમિક કાર્ડ વિતરણ કર્યા હતા. હાલમાં શ્રમિકો આ કાર્ડ સહેલાઈથી બનાવી શકતા નથી અને તેની બનાવવાની પ્રક્રિયા પણ જટીલ હોય જેથી જલાલપુર માં કાર્યરત વંદેમાતરમ સોશિયલ અવેરનેસ ગ્રુપ દ્વારા શ્રમિકોના ડેટા એકત્ર કરીને ૫૬૦૦ જેટલા કાર્ડ સફળતાપૂર્વક બનાવીને સાંસદ સી.આર.પાટીલ હસ્તે તેનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
