Gujarat

જામકંડોરણા ચિત્રાવડ ગામે  પંચવર્ષીય યોજના મા  જિલ્લા વોટરશેડ વિભાગ હેઠળ અંદાજે રૂપિયા ૨ ( બે ) કરોડના કામો કરવામા આવ્યા  જેમાં મોટાપાયે ગેરરીતિઓ સાથે ભ્રષ્ટાચાર થયો છે  

દેશ ના  પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી ના ભ્રષ્ટાચાર મુક્ત ભારત સ્વપ્ન ને ચકનાચૂર કરતોં પ્રકાશિત થયો છે આ અંગે મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે  પંચવર્ષીય યોજના અંતર્ગત 2 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જીલ્લા વોટર શેડ વિભાગ હેઠળ અંદાજે રૃપિયા ૪૦ લાખના ચેક ડેમો ના કામો થયા છે જેમાં મોટાભાગના ચેકડેમોમાં જમીનના જમીનમાં પાયો પણ કર્યો નથી તથા એકદમ હલકી કક્ષાનું મટીરીયલા વાપરવાથી બાંધકામ હાથ થી પણ તૂટી જાય તેવું હલકી કક્ષાનું છે આ કામો ની મુલાકાત નોડલ ઓફિસર મેડમ રૂબરૂ સ્થળ મુલાકાત માં જોઈને સ્વીકાર્યું છે ૨ – થયેલા ચેકડેમોના કામોમાં અમારે ત્યાં ફરજ બજાવતા એસ . ઓ . વાસુ મેડમના પતિશ્રી ની કિરણ કન્સ્ટ્રક્શન કંપની નામની એજન્સીએ તમામ કામો કર્યા છે ચિત્રાવડ ગામની ગ્રામ સમિતિના પ્રમુખશ્રીએ પેટામા આ કામો રાખી ત્રણેય વ્યક્તિઓએ નિયમોનો સંપૂર્ણ ઉલાળિયો કરી હલકી કક્ષાનુ કામ કરેલ છે આત્મ નિર્ભર ભારત મોદી સાહેબ ના આ બ્લોગને પર ચિત્રાવડ ગ્રામ સમીતી પાણી ફેરવી દીધું હોય તેવી હકીકત સામે આવી રહી છે ત્યારે આ ગામની મોટાભાગે કાગળ ઉપર ચાલતી સમિતિમાં બેફામ ભ્રષ્ટાચાર આચર્યો છે  આ સમિતિમાં અન્ય લાભો કે જે ગામ સમસ્ત અથવા સહકારી મંડળી કે સખી મંડળને ગામને ઉપયોગી અને રાહત દરે સમસ્ત ગામ ને લાભ મળે તે માટે ટ્રેકટર સંચાલિત ઓટોમેટીક ઓરણી , થ્રેસર , થ્રેડર , રોટાવેટર દૂધની ડેરી મંડપ સર્વિસ તથા સેન્ટીંગ નો સામાન જેવું લગભગ ૧૫ ( પંદર ) લાખ રૂપિયાની વસ્તુઓ આ ગ્રામ સમિતિના સભ્યોએ ગેરકાયદેસર ઘરના સભ્યો ૧૧ મંડળી રચી બધો સામાન હરિહર કરી ગયા હોય તેવા આક્ષેપો ગામલોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે
અહેવાલ
અતુલ લશ્કરી જામકંડોરણા
ચેકડેમો ની તસવીરો

IMG-20220106-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *