Gujarat

જામનગરમાંથી જીએસટી વિભાગે ૭૩ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું

જામનગર
જીએસટી વિભાગ દ્વારા જામનગરની મે. વૈભવ ઇન્ડસ્ટ્રીઝમાં પાડવામાં આવેલા દરોડા અને તપાસમાં ૧૯ જેટલી બોગસ પેઢીઓ પાસેથી માલની ભૌતિક પરવાનગી કર્યા વિના ૬૨ કરોડ ૭૮ લાખની ખરીદીના વ્યવહારો મળ્યા હતા અને રૂપિયા ૬૨.૭૮ કરોડના વ્યવહારો ઉપર ૧૧ કરોડ ૩૦ લાખની ખોટી રીતે આઈટીસી મેળવી હોવાનું જાેવા મળ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મે. વૈભવ ઇન્ડસ્ટ્રીઝના માલિક યોગેશ નગીન વોરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામનગરની મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. તાજેતરમાં અમદાવાગ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના રાજ્યાના વિવિધ શહેરોમાં ૪૧ વેપારીઓના ૫૬ ધંધાકીય સ્થળો પર પાડવામાં આવેલા સાગમટે દરોડામાં બોગસ પેઢીઓ અને આ પેઢીઓ મારફત કરાયેલા વ્યવહારોમાં બેનીફિશયરી વેપારીઓને સપ્લાય ઇન્વોઇસ ઇસ્યું કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ તપાસમાં મળેલી વિગતોનું એનાલિસિસ કરીને બોગસ બિલિંગ મારફતે ખોટી રીતે આઈટીસી મેળવનાર વેપારીઓની યાદી તૈયાર કરાઇ હતી.સ્ટેટ ગુડ્‌ઝ એન્જ સર્વિસ ટેક્સ દ્વારા રૂપિયા ૨૬.૭૮ કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મારફતે રૂ. ૧૧.૩૦ કરોડની ખોટી રીતે ઇન પુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ કૌંભાડના માસ્ટર માઇન્ડ અને મુખ્ય આરોપી એવા જામનવગરના વેપારી યોગેશ નગીનદાસ વોરાની ધરપકડ કરી છે. એસજીએસટી વિભાગે આ કૌભાંડમાં ઝડપેલા યોગેશને જામનગર મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *