શ્રી સર્વોદય મહિલા સહકારી મંડળી જામનગર ખાતે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે “તૃતીય જાતિના વ્યક્તિ માટેના પ્રમાણપત્ર આપવા તેમજ મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા તૃતીય જાતિના નવા ૦૮ વ્યક્તિઓને નવા પ્રમાણપત્ર અને આઈકાર્ડ આપવામા આવેલ. આ સાથે EVM નિર્દેશન તથા ફોર્મ નં. ૦૬ અને ૦૭ અને ફોર્મ નં. ૦૮ ની કામગીરી BLOશ્રી દ્વારા કરવામા આવી હતી. આ કાર્યક્રમમા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર કરી IEC મટીરીયલનુ વિતરણ કરવામા આવેલ. અને લોકોને નશાથી દુર રહેવા માટે પ્રેરીત કરી પ્રતિજ્ઞા પણ લેવડાવવામા આવી હતી.
આઆ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કચેરી તરફથી 77 જામનગર વિધાનસભા મતવિસ્તાર અને 78 જામનગર વિધાનસભા મત વિસ્તાર નાયબ મામલતદારશ્રી (ચૂંટણી), જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, ચીફ ઓફિસર અને અધિક્ષક શ્રી ,લીગલ કમ પ્રોબેશન ઓફિસરશ્રી સંસ્થાના વિવિધ કર્મચારીઓ અને તૃતીય જાતિ સમુદાયમાંથી ૫૦ જેટલા વ્યક્તિઓ હાજર રહ્યા હતા.


