જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો બાગાયત વિભાગ, જામનગર દ્વારા ચાલતી વિવિધ સહાય અને લાભો મેળવવા માટે આગામી તા. ૩૧ જુલાઈ સુધી આઇ.ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે. બાગાયત વિભાગ દ્રારા ચાલતી વિવિધ સહાયો જેમાં કમલમ (ડ્રેગન ફ્રૂટ) વાવેતર સહાય યોજના, પપૈયાં, કેળ (ટિસ્યુ કલ્ચર), સ્ટ્રોબેરી વાવેતર તેમજ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ આંબા, જામફળ, દાડમ, લીંબુ, ખારેક (ટિસ્યુ કલ્ચર), છૂટા ફૂલો, કંદ ફૂલોના વાવેતર માટે સહાય, પ્લાસ્ટિક આવરણ (મલ્ચીંગ), વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ફળપાક પ્લાન્ટિગ મટીરીયલમાં ૯૦% સુધીની સહાય, બાગાયતી પાકોના પોસેસિંગના નવા યુનિટ માટે સહાય, બાગાયતી પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલ સહાય, ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેચર (૩૫ BHPથી વધુ અને ૨૦ BHPથી ઓછા), ઇલેકટ્રોસ્ટેટિક સ્પ્રેયર, પાવર નેપસેક સ્પ્રેયર/ પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૦૮-૧૨, ૧૨-૧૬, ૧૬ લીટરથી વધુ ક્ષમતા) મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, ઔષધિય/ સુગંધિત પાક વાવેતર સહાય, કોલ્ડ સ્ટોરેજ , કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે સહાય, કોલ્ડ રૂમ સ્ટેટિંગ (ક્ષમતા ૩૦ મે. ટન), પ્રી કૂલિંગ યુનિટ (ક્ષમતા ૬ ટન), રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હિકલ, રાઇપનિંગ ચેમ્બર (મહત્તમ ક્ષમતા ૩૦૦ મે. ટન), ટુલ્સ, ઇકવિપમેન્ટ, શોર્ટિંગ અને ગ્રેડીંગના સાધનો, પી.એચ.એમ.ના સાધનો જેમાં વજનકાંટા, પેકિંગ મટીરીયલ, પ્લાસ્ટિક ક્રેટ્સ પર સહાય યોજના હાલમાં બાગાયત વિભાગ દ્વારા કાર્યરત છે.
આ ઉપરાંત, નવી ટિસ્યુ લેબની સ્થાપના, નેટ હાઉસ (નળાકાર સ્ટ્રકચર માટે), પોલી હાઉસ ( નેચરલી વેન્ટિલેટેડ અને નળાકાર સ્ટ્રકચર માટે), નાની નર્સરી (૧ હેકટર) તેમજ મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા (સ્ટાઇપેન્ડ) વગેરેમાં રાજ્ય સરકાર તરફથી મળતી આર્થિક સહાય અને લાભો મેળવવા માંગતા તમામ ખેડૂતોએ આઇ.ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાંની નકલ જોડીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન -૪, પહેલો માળ, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં. ૦૨૮૮- ૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરી શકાશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
