Gujarat

જિલ્લાના દરેક વિભાગનું વહીવટ સુચારુ રહે અને જેતે વિભાગ દ્વારા પ્રદાન કરાતી સેવાઓનો લાભ તેને સંલગ્ન વ્યક્તિ અથવા લાભાર્થીને મળે છે કે કેમ..તેમજ જેતે એકમ ની કચેરી ખાતે ની ભૌતિક સુવિધાઓની  જાત તપાસ કરવા છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગોના એકમોની નિયમિત આકસ્મિક મુલાકતો કરવામાં આવે છે

ત્યારે  છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે આજે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામની આંગણવાડી ની આકસ્મિક મુલાકાત લીધી હતી અને આંગણવાડીની ભૌતિક સુવિધા થી લઈ આંગણવાડીમાં આવતા ભૂલકાઓ ની સંખ્યાથી લઈ તેમને અપાતા નાસ્તા સહિતની તમામ બાબતો અંગે આંગણવાડી સંચાલક સાથે પૂછપરછ અને ચર્ચા પરામર્શ કરી કઇ રીતે વધુ સારી કામગીરી કરી શકાય તે અંગે જરૂરી સૂચન અમે માર્ગદર્શન આપ્યું હતું, ખુદ જિલ્લા કલેક્ટર દ્વારા કરાતી આકસ્મિક મુલાકતોને લઈ વિભાગોની સેવાઓ સરળ અને સુદ્રઢ બની છે.જિલ્લા કલેક્ટરે આંગણવાડીની મુલાકાત બાદ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓના નિવારણ માટે ગ્રામજનો સાથે  ખાસ જન સંવાદ કાર્યક્રમ અંતર્ગત લોકોની રજૂઆતો સાંભળી સંબંધિત અમલીકરણ અધિકારીઓ ને ઝડપી કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ કરવા જરૂરી સુચનાણે આદેશ કર્યો હતો,સાથે જિલ્લા કલેક્ટરે સિંગલા ગ્રામ પંચાયત કચેરીની પણ મુલાકત કરી હતી અને તલાટી કમ મંત્રી ના દફતર ની તપાસણી કરી હતી અને ધ્યાને આવેલ ક્ષતિઓની પુર્તતા કરવા જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220407-WA0110.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *