Gujarat

જિલ્લામાં યુનિક આઈ. ડી. ફોર પર્સન વીથ ડીસેબીલીટી યુ. ડી. આઈ અંતર્ગત દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
યુનિક આઈ. ડી ફોર પર્સન વીથ ડીસેબીલીટી યુ. ડી. આઈ અંતર્ગત મુખ્ય જિલ્લા તબિબી અધિકારી, સહ સીવીલ સર્જનશ્રી જનરલ હોસ્પીટલ, નડિયાદ, કઠલાલ, ખેડા, ઠાસરા, વસો ખાતે દિવ્યાગં પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર દેશ અને રાજ્યમાં આરોગ્યને લગતાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેનાં અનુસંધાનમાં જનરલ હોસ્પિટલ, નડિયાદ ખાતે તા. ૦૩ જૂનથી ૨૯ જૂન સુધી દર બુધવારે સવારે ૯ થી ૧ કલાક દરમિયાન રુમ નં- ૪૦, ડી. ઈ. આઈ. સી. વિભાગમાં દિવ્યાગંતાના પ્રમાણપત્રની કામગીરી કરવામાં આવશે.
આ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ દિવ્યાંગોના દિવ્યાંગતાના સર્ટીફિકેટ મળી રહે તે માટે તાલુકાદીઠ કેમ્પનું આયોજન કરવામાં આવશે. તાલુકાવાર તારીખ પ્રમાણે કેમ્પના આયોજનની વિગત નીચે મુજબ છે
ક્રમ તારીખ વાર સ્થળ સમય
૧) ૦૩-૦૬-૨૦૨૨, શુક્રવાર, કઠલાલ બી.આર.સી ભવન ૯ થી ૧
૨) ૦૮-૦૬-૨૦૨૨, બુધવાર, જનરલ હોસ્પિટલ, નડિયાદ ૯ થી ૧
૩) ૧૦-૦૬-૨૦૨૨, શુક્રવાર, ખેડા, બી.આર.સી ભવન ૯ થી ૧
૪) ૧૫-૦૬-૨૦૨૨, બુધવાર , જનરલ હોસ્પિટલ, નડિયાદ ૯ થી ૧
૫) ૧૭-૦૬-૨૦૨૨, શુક્રવાર ઠાસરા, બી.આર.સી ભવન ૯ થી ૧
૬) ૨૨-૦૬-૨૦૨૨, બુધવાર, જનરલ હોસ્પિટલ, નડિયાદ ૯ થી ૧
૭) ૨૪-૦૬-૨૦૨૨, શુક્રવાર, વસો, સી.એચ.સી  ૯ થી ૧
૮) ૨૯-૦૬-૨૦૨૨, બુધવાર, જનરલ હોસ્પિટલ, નડિયાદ ૯ થી ૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *