છોટાઉદેપુર:૨૮-૦૨-૨૦૨૨ જિલ્લા રમત ગમત અધિકારી, છોટાઉદેપુર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨નો જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તાલુકા કક્ષા એ થયેલ મહાકુંભમાં પ્રથમ નંબરે આવેલ વિજેતા ભાગ લઇ શકશે અને સીધી જિલ્લા કક્ષાએ કુલ-૮ કૃતિઓનું આયોજન તારીખ:- ૦૩/૦૩/૨૦૨૨ ના રોજ સમય:- ૦૯:૦૦ કલાકે શેઠ.એચ.એચ. શિરોવાલા હાઇસ્કુલ, બોડેલી, જિલ્લો છોટાઉદેપુર ખાતે રાખવામાં આવેલ છે. એમ જિલ્લા રમત ગમત અધિકારી, છોટાઉદેપુરની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
