જામનગર તા.૨૨ ફેબ્રુઆરી,ગુજરાત સરકારશ્રીના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના ઉપક્રમે કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર દ્વારા સંચાલિત અનુસુચિત જાતિ પૈકી તુરી બારોટ કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ સાંસ્કૃતિક યોજના અન્વયે વહીવંચા તાલીમ શિબિરનું આયોજન તા.૧૦/૦૨/૨૦૨૨ થી તા.૧૯/૦૨/૨૦૨૨ દરમ્યાન જામ અજીતસિંહજી ક્રિકેટ બંગલા હોલ,જામનગર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ૩૦ શિબિરાર્થીઓને વહીવંચા વિશે નિષ્ણાંતો-તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ભાગ લેનાર તમામ શિબિરાર્થીઓને પ્રમાણપત્રતેમજ સ્ટાઇપંડ આપવામાં આવેલ.
આ તકે જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા,તજજ્ઞશ્રી શામળાભાઇ શ્રીમાળી,સહાયક શ્રી રણધીરભાઈ પરમાર,માલશીભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યા ત્રિવેદી
