Gujarat

જુનાગઢ મહાનગર પાલિકાનાં વોર્ડ નંબર 10નાં નગરસેવકે મંજીરા વગાડી કર્યો અનોખો વિરોધ

સાગર નિર્મળ
જૂનાગઢ
28/04/222
મંજીરા વગાડવાથી નિદ્રાધીન તંત્ર જાગશે કે કેમ?
જૂનાગઢ મહાનગરનાં વોર્ડ નંબર 10 માં આવેલા હાટકેશ્વર મંદિર પાસે આવેલ વાળંદ શેરી અને અબિકા ચોક વિસ્તારમાં  પાણી પ્રશ્ન નગરસેવક  અને તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતા સમસ્યાનું સમાધાન થતું ન હોય અને પાણી પૂરતું મળતું ન હોવાની રાવ ઉઠવા પામી છે. બીજી તરફ વોર્ડ નંબર 10 નાં સક્રિય નગરસેવક હિતેષભાઈ ઉદાણી દ્વારા અધિકારીને રજૂઆત કરવા છતાં લોકોને પડતી હાલાકીઓનો ઉકેલ ન આવતો હોવાથી વોર્ડ નંબર 10 નાં ચૂંટાયેલા નગરસેવક હિતેષભાઈ ઉદાણી દ્વારા અધિકારીની ચેમ્બરની બહાર મંજીરા વગાડી નિદ્રાધીન તંત્રને જગાડવા અનોખો  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તેમજ  આગામી દિવસોમાં સ્થાનિક લોકોને સાથે રજૂઆત કરવાની પણ ચીમકી નગરસેવક હિતેશ ઉદાણી દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી.
__________________________
બોક્સ 1.
_____________
અલ્પેશભાઈ ચાવડા,
વોટર વર્કસ ઇજનેર, મહાનગપાલિકા જૂનાગઢ
જો કે અધિકારી સબસલામત હોય અને ગંભીર કોઈ સમસ્યાનો ફરિયાદ ન હોય તેમજ  જૂનાગઢ 311માં પણ સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરી શકે છે તેવું જણાવ્યું હતું. જો કે મોટર ખરાબ થયેલ હોય યાંત્રિક સમસ્યાને કારણે બે ત્રણ દિવસ તકલીફ પડી હોય શકે. તેમજ નવા લાઈન માટેની કામગીરી પણ શરૂ છે.
____________________બોક્ષ પૂરું_______
વિશેષમાં જૂનાગઢના જાગૃત નાગરિક દ્વારા મોકલેલ વિડ્યોમા પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ પણ થયો હતો. આખરે જૂનાગઢની તમામ જનતાને પીવાનું શુધ્ધ પાણી ઘરેઘરે ક્યારે મળશે તેવા અનેક સવાલો જૂનાગઢની જનતામાં ઉઠી રહ્યા છે.
સાગર નિર્મળ
જનતા કી જાનકારી
જૂનાગઢ

IMG_20220428_185008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *