ગિરગઢડા તા
ભરત ગંગદેવ..
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, અબુંજાનગર ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી અભિયાન હેઠળ પ્રાકૃતિક કૃષિ મેળો, પ્રદર્શન અને પરિસંવાદ નું આયોજન KVK કોડીનાર અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ અંતર્ગત ૮૦ ઇનપુટ ડીલર અને ૭૫ મધમાખીના તાલીમાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ મેળામાં ૧૬ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ચીજ વસ્તુઓનુ પ્રદર્શન કર્યું હતું. આ મેળાનો ૫૬૪ જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડો.એમ.એન.ગાજીપરા, વિસ્તરણ શિક્ષણ નિયામક, કૃષિ યુનર્વિસટી જૂનાગઢ, મુખ્ય મહેમાન તરીકે અબુંજા સિમેન્ટ લિમિટેડના કોમર્શિયલ હેડ સુનિલ પ્રકાશ અને વેદાંગ મુલાણી, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશનના ડેપ્યુટી જનરલ મેનેજર દલસુખ વઘાસીયા, આત્મા ગીર સોમનાથના વડા એસ.બી.વાઘમશી, જિલ્લા બાગાયત અધિકારી જિલ્લા પશુપાલન નિયામક નાયબ ખેતી નિયામક વિસ્તરણ ,ડીલર એસોસિએશન ગીર સોમનાથના, જન સેવા ટ્રસ્ટ, વેરાવળના અધિકારીઓ, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન ના અધિકારીઓ હાજર રહયા હતા.


