સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા આણંદપુર ડેમ ઓવરફ્લો થતાં મનપા જૂનાગઢના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા નવા નીરના શાસ્ત્રોકવિધિ અનુસાર વધામણા કર્યા હતા.
જૂનાગઢની પ્રજાની જીવાદોરી સમાન અને આખું વર્ષ પાણી પૂરો પાડતા આણંદપુર ડેમ અને વિલિંગન ડેમએ મુખ્ય સ્ત્રોત છે. તાજેતરમાં ખુબજ સારો વરસાદ થતાં આણંદપુર ડેમમાં પાણીની આવક થયેલ અને આણંદપુર ડેમ ઓવરફલો થયો હતો.
મહાનગપાલિકાની વર્ષોની પરંપરા મુજબ અને ખાસ આપણી સંસ્કૃતિ મુજબ વરુણદેવની કૃપાથી જ્યારે જળાશયોમાં નવા પાણીની આવકને શુભ માનવામાં આવે છે અને નવા નીરના વધામણા શાસ્ત્રોક વિધિ અનુસાર શ્રીફળ, ચુંદડી, તેમજ ફૂલો પધરાવી અને ભૂદેવ દ્વારા મંત્રોચાર કરવામાં આવે છે અને આ પ્રસંગે આનંદદાયક વાતાવરણમાં મહાનગપાલિકા જૂનાગઢના અધિકારીઓ પદાધિકારીઓ પણ ઉપસ્થિતિ રહે છે ત્યારે આજે વિધિવત રીતે નવા નીરના વધામણા કરવા જૂનાગઢ મહાનગપાલિકા મેયર ગીતાબહેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શાસક પક્ષનાં નેતા કિરીટભાઈ ભીંભા, નટુભાઈ પટોળીયા, ભાવનાબહેન હીરપરા, શારદાબહેન પુરોહિત, તેમજ વોટર વર્કસશાખાનાં ઇજનેર અલ્પેશભાઈ ચાવડા ઉપસ્થીત રહ્યા હતા.

