Gujarat

જૂનાગઢમાંથી સાડા દસ લાખનો અનઅધિકૃત ઘંઉ, ચોખાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ
જૂનાગઢ તાલુકાના બીલખામાં બગસરા રોડ પર, નવાગામમાં જૂનાગઢ રોડ પર અને ઉમરાળા રોડ પર આવેલા ગોડાઉનમાં અધિકૃત રીતે અનાજનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા એસઓજી પીઆઈ એ.એમ.ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં બીલખામાં જામા મસ્જિદ પાસે આવેલા અમીન જીકર ચોટલીયા અને ઈમ્તિયાઝ જીકર ચોટલીયાના કબ્જાના ગોડાઉનમાંથી ૩૭,૬૦૭ કિલો ચોખા અને ૨૯૨૫ કિલો ઘઉં મળી આવ્યા હતા. જ્યારે નવાગામમાં જૂનાગઢ રોડ પર આવેલા મયુર હરેશ સોલંકીના કબ્જાના ગોડાઉનમાંથી ૪૨૦૦ કિલો જ્યારે ઉમરાળા રોડ પર આવેલા સાજીદ રજાક ચૌહાણના કબ્જાના ગોડાઉનમાંથી ૬૫ કિલો ઘઉં મળી હતા.એસઓજીના સ્ટાફે ૭.૫૨ લાખની કિંમતના ૪૧૮૦૭ કિલો ચોખા અને ૨.૮૨ લાખની કિંમતના ૧૪૮૯૦ કિલો ઘઉંનો અનધિકૃત જથ્થો પકડી લઈ આગળની કાર્યવાહી માટે બીલખા પોલીસને સોંપ્યો હતો. સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવે છે.તેમાં ઘઉંની ગુણવતા સારી હોતી નથી.અને લોકોને જે ચોખા મળે છે.તેટલો ઉપયોગ કરી શકતા નથી.આથી રાશનકાર્ડ ધારકો ફેરિયાઓને અનાજ વેંચી રોકડી કરી લેતા હોવાનું જાણવા મળ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં ૨૩ એપ્રિલના વિસાવદર તાલુકાના જેતલવડ નજીકથી સાડા ત્રણ લાખની કિંમતનું ૧૬૭૮૦ કિલ્લો તથા કેશોદ નજીકથી સવા ચાર લાખની કિંમતનો ૧૭ હજાર કિલો જ્યારે જુન માસમાં બાટવામાથી આઠેક લાખની કિંમતનો ૩૮૧૦૦ કિલો અને આજે બીલખામાંથી ૧૦.૩૫ લાખની કિંમતનો ૫૬૬૯૭ કિલો અનધિકૃત અનાજનો જથ્થો પકડાયો છે.જૂનાગઢ એસઓજીએ બાતમીના આધારે બીલખામાં ત્રણ ગોડાઉનમાં દરોડા પાડી સાડા દસ લાખની કિંમતના ૪૧,૮૯૦ કિલો ચોખા અને ૧૪૮૯૦ કિલો ઘઉંનો અનધિકૃત જથ્થો પકડી પાડતા ચકચાર પ્રસરી ગઈ છે.આ દરોડામાં સરકાર દ્વારા અપાતા અનાજના જથ્થાને દુકાનેથી લઈ કાર્ડધારકો ફેરિયાઓને વેંચી રોકડી કરી લેતા હોવાનું સામે આવ્યુ છે.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *