સુશાસન સપ્તાહ અંતર્ગત કલેક્ટર શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ ઝોનલ અધિકારીશ્રી જૂનાગઢની કચેરી દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અંતર્ગત NFSA યોજનાનો લાભ આપવા માટે શનિવાર અને રવિવાર ની જાહેર રજાઓમાં પણ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જૂનાગઢ વિસ્તારના કુલ ૪૫૨ રેશન કાર્ડને અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અંતર્ગત NFSA કુટુંબમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનો લાભ કુલ ૧૧૩૭ લોકોને લાભ મળશે.
