Gujarat

જૂનાગઢમાં ૪ ઈસ્મોએ ૧ યુવકનું અપહરણ કરી મારમારી ફોનની લૂંટ ચલાવી

જુનાગઢ
જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય શકીલ ગફાર શાહમદાર અને આદિલ અગાઉ મારામારીના કેસમાં જેલમાં ગયા હતા. તે સમયે શકીલની માતાએ આદિલને ઠપકો આપ્યો હતો. તેના મનદુઃખના કારણે શકીલ તેના ઘર પાસે બેઠો હતો. ત્યારે સુખનાથ ચોક વિસ્તારમાં રહેતો આદિલ રજાક સોલંકી, સમીર ઉર્ફે કયામત, નાસીર ઉર્ફે મીની અને સોહિલ ઉર્ફે રોઝડો ઓટો રિક્ષામાં આવીને શકિલને આપણે જમવા જવાનું છે તેમ કહી સાથે આવવા કહ્યુ હતુ. શકીલે સાથે આવવાની ના પાડતા આ ચારેય શખ્સો તેને બળજબરીથી રિક્ષામાં બેસાડી પડખામાં છરી રાખી અપહરણ કરી બાજુના ભેંસાણ તાલુકાના પાટલા ગામની સીમમાં એક વાડીમાં લઈ જઈ રૂ.૨૦ હજારની જરૂર છે તું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી દે તેમ કહ્યુ હતુ. જે અંગે શકીલે મારી પાસે આટલા પૈસા નથી તેમ કહેતા આદિલે શકીલના ફોનમાંથી તેની માતાને ફોન કરી રૂ.૨૦ હજારની ખંડણી માંગી હતી. બાદમાં આ શખ્સોએ તને પતાવી દેવો છે તેમ કહી નાસીર અને ક્યામતે હાથ અને રોઝડાએ પગ પકડી રાખ્યા હતા અને આદિલે ધારીયાના આડેધડ ઘા મારી મારી બંન્ને પગ ભાંગી નાખીને ઇજાગ્રસ્ત કરી આદિલના ખિસ્સામાંથી સાડા ત્રણ હજારની રકમ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. બાદમાં આ શખ્સોએ શકીલને ફરી રિક્ષામાં નાખી હડમતીયા, ગોંડલ અને ત્યાંથી ધોરાજી રોડ પર ઝાલણસર ગામ પાસે રોડ પર ફેંકી નાસી ગયા હતા. એ સમયે ત્યાંથી પસાર થઈ રહેલ રાહદારીએ ૧૦૮ સેવાને જાણ કરતા ઇજાગ્રસ્ત શકીલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર અપાયા બાર ઇજાગ્રસ્ત શકીલએ ચારેય શખ્સો સામે ફરીયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જૂનાગઢમાં યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરી નજીકના પાટલા ગામની સીમમાં લઈ જઈ યુવાનની માતાને ફોન કરી ૨૦ હજાર રૂપિયાની ખંડણી માંગી હતી. બાદમાં યુવાનના પગમાં ધારીયા મારી બંન્ને પગ ભાંગી નાખી ઝાલણસર ગામ નજીક ફેંકી દીધો હતો. આ અંગે ઇજાગ્રસ્તએ ફરીયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

The-12-year-old-was-hit-14-times.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *