મહેસાણા
મહેસાણાના વડસ ખાતે રહેતા ૩૫ વર્ષીય શુશીલા બેનના પતિ ૭ વર્ષ અગાઉ બીમારીના કારણે મોતને ભેટ્યા હતા. ત્યારે પરિવારની જવાબદારી શુશીલાબેન પર આવી જતા પોતાના ૧૬ અને ૧૧ વર્ષના બાળકોની જવાબદારી તેઓ પર આવતા તેઓએ ખાનગી કમ્પનીમાં નોકરી કરી બાળકોનું જીવન ગુજારતા હતા. ત્યારે કાળ બની આવેલી ગાડીએ રોડ ક્રોસ કરતા શુશીલા બેનને ટક્કર મારતા તેઓનું મોત નીપજ્યું હતું. ત્યારે હાલમાં બે બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી નોંધારા બન્યા છે.મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વડસ ગામની એક મહિલા નોકરી જઇ રહી હતી એ દરમિયાન એક બેફામ ગાડી ચાલકે મહિલાને ટક્કર મરતા તેનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મહિલાનું મોત થતા બે બાળકોએ નોધારા બન્યા છે. મહિસાના પતિનું સાત વર્ષ અગાઉ મોત થયું હતું. ૨૫ જૂનના રોજ મૃતક શુશીલા રાજપુર હાઇવે એપોલો કંપની સામે નોકરી જઇ રહ્યા હતા. એ દરમિયાન રોડ ક્રોસ કરતા સમયે લાલા કલરની (જીજે-૦૧-કેએસ-૦૮૬૧) નંબરની ગાડીના ચાલકે મહિલાને ટક્કર મારી હતી અને શરીરે ગંભીર ઇજાઓ થતા મહિલાનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. ગાડી ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
