જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક તા.૧૬/૦૭/૨૦૨૨ના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે.
જિલલા સંકલન સમિતિ-જિલ્લા ફરિયાદ સમિતિની મિટીંગ દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. ગત માસમાં વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરા ખાતે યોજાયેલ, જેના ભાગ રૂપે ગુજરાત ગૌરવ અભિયાનનું આયોજન કરવામ આવ્યું હતું. આ કામગીરીમાં જિલ્લાના અધિકારીઓ રોકાયેલ હોય ગત તા.૧૮/૦૬/૨૦૨૨ના રોજ યોજવાની થતી જિલ્લા સંકલન અને જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકો મુલતવી રાખવામાં આવી છે. હવે બન્ને ઉક્ત બેઠકો આવતી કાલે તા.૧૬જૂલાઇના યોજાશે એમ નિવાસી અધિક કલેકટર જૂનાગઢ જિલ્લાની એક અખબાર યાદિમાં જણાવાયું.
