Gujarat

જૂનાગઢ મહાનગપાલિકા દ્વારા મહિલા કર્મયોગી દિવસનું કરવામાં આવ્યું આયોજન.

સાગર નિર્મળ
જૂનાગઢ
જુનાગઢ નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમ અને માનસિક સ્વસ્થતા અંગે જાગૃતી કાર્યક્રમ માટે એક વિષેશ કાર્યકર્મ યોજાયો હતો.
જૂનાગઢ મહાનગપાલિકા દ્વારા નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત “કાનૂની જાગૃતિ કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં  સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો તનવી કાચા ઉપસ્થતી રહ્યા હતા અને બહેનોની પરિવાર અને કામકાજ વચ્ચે સંતુલન વિષય પર  કેવી રીતે ચાલવું તેનું  પથદર્શન આપી માનસિક સ્થતિ સારી રહે તે માટે શું કરવું અને કેવી રીતે માનસિક રીતે સ્વસ્થ રહી શકાય તે બાબતે વિચાર વિમર્શ કરવાંમાં આવ્યા હતા.
ખાસ મહિલાના થતી જાતીય સંતામણીનાં ભોગ ન બને તે માટે શું કાળજી રાખવી અને કેવી રીતે પોતાની  સુરક્ષા અને સાવચેતી રાખવી તે અંગે જુનાગઢના અગ્રણી અને મહિલા ધારાશાસ્ત્રી વર્ષાબહેન બોરીચાંગર દ્વારા માર્ગદર્શન આપવમાં આવ્યું હતું અને જાતીય સંતામણી અધિનિયમ 2013 વિશેની કાયદાકીય જાણકારી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન આરોગ્ય શાખા અને આઈ.સી ડી એસ. શાખાના  બહેનો ઉપસ્થીત રહ્યા હતા આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે બહેનો સાથે વિવિધ રમતો જેવું કે અભિનય દ્વારા ઓળખ અને અંતાક્ષરી જેવી રમતો રમાડી એક ખુશખુશાલ વાતાવરણ બન્યું હતું.
ખાસ કોરોના સમયે કામ કરતા બહેનોનું પ્રમાણપત્ર આપી  વિશેષ સનમાન પણ કરવામાં આવ્યું હતુ.

IMG_20220805_190039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *