Gujarat

જેતપુરના કાગવડ હાઇવે પર આત્મનિર્ભર દીકરી ચાની હોટલ ચલાવી પરિવારની જવાબદારી ઉઠાવી રહી છે.

છેલ્લા પાંચ વર્ષ થી ચાની હોટલ ચલાવી રહી છે દીકરી ધોરણ 10માં કરે છે અભ્યાસ સાથો સાથ કરી રહી છે પરિવારને આર્થિક મદદ જોઇએ ખાસ અહેવાલ વુમન્સ ડે પર

નબળા મનના માનવીને રસ્તો નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, આ કહેવત સાર્થક કરતો એક કિસ્સો નજરે ચડ્યો છે. આજે મહિલા દિવસ છે ત્યારે આપણે એવી દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએ. જે નાની હોવા છતાં પણ પોતાની હિંમત અને ઘર ચલાવવાની જવાબદારીને માથે લઇ પોતાના પરિવારને આર્થિક મદદ કરી રહી છે હોટલ ઉપર ચા બનાવી અન્ય ચીજ વસ્તુઓ વહેચી જાત મહેનત થકી કદમ આગળ વધારી રહી છે.

આજના યુગમાં મહિલાઓ,દીકરીઓ પુરુષો સમાવેડી બની ગઈ છે. દરેક ક્ષેત્રે ખભેખભા મિલાવીને ચાલી રહી છે. પોતાના પગ પર ઊભા રહેવા અને પરિવારને મદદરૂપ થવા માટે દીકરીઓ તેમજ મહિલાઓ રિક્ષા ચલાવવાથી માંડીને મોટી કંપનીઓમાં સીઈઓ પદે પણ જોવા મળી રહી છે. ત્યારે પુરુષોના આધિપત્ય ધરાવતા ચા વેચવાના વ્યવસાયમાં પણ એક દીકરી આત્મનિર્ભર બની છે. જી.. હા.. જેતપુરના કાગવડ નેશનલ હાઈવે પર નયના ખેંગારભાઈ ટારિયા નામની દીકરી મોમાઈ હોટલ નામથી ચાની કીટલી ચલાવી રહી છે. નયના ધોરણ 10 માં અભ્યાસ કરી રહી છે સાથે ચાની કેબિન ચલાવી રહી છે અને પરિવારને આર્થિક મદદ કરી રહી છે ખરા અર્થમાં એક દીકરાનું કામ દીકરી કરી રહી છે.

નયનનાં કહેવા પ્રમાણે 5 વર્ષથી કેબીન ચલાવી રહી છે તેમજ પરિવારને આર્થિક મદદ કરી રહી છે.યુવતી નાની હતી ત્યારે પોતાના દાદા સાથે કેબિને આવતા ત્યાર બાદ જાતે કેબીન ચલાવતી થઈ આખરે 5 વર્ષ થી દીકરી કેબીન ચલાવી રહી સવારે ખૂદ ધંધાના સ્થળે બાઈક લઈને આવે છે અને તમામ કામો ખુદ પોતે કરે છે સાથો સાથ ધોરણ 10 માં અભ્યાસ પણ કરી રહી છે પરિવારમાં સૌથી મોટી દીકરી હોવાથી પરિવારમાં આર્થિક મદદ કરી રહી છે પોતાના પરિવારમાં માતા પિતા મજુરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે ખરા અર્થમાં આ દીકરી આજે એક દીકરાની જગ્યા પુરી કરી પરિવારના આર્થિક મદદ કરી આત્મનિર્ભર બની છે.

નયનાના કાકાના ભરતભાઈ ટારિયાનાં કહેવા પ્રમાણે અમારી ભત્રીજી દીકરી પર અમને ગર્વ છે છેલ્લા પાંચ વર્ષથી મોમાઈ હોટલ નામની કાગવડ ના પાટીયા પાસે હોટલ ચલાવી રહી છે અને પરિવારને આર્થીક મદદ કરી રહી છે. કાકાના કહેવા પ્રમાણે તમામ દીકરીઓ આગળ આવે ખુદ પગભર બને.

ગામના સરપંચ જીતેન્દ્રભાઈ સોલંકીના કહેવા પ્રમાણે નયના નામની દીકરી જેતપુર કાગવડ નેશનલ હાઈવે પરના કાગવડ પાટીયા પાસે છેલ્લા પાંચ વર્ષથી હોટેલ ચલાવી રહી છે સાથે ભણતર પણ કરી રહી છે માટે અમારા ગામનું ગૌરવ છે આ દીકરી સાથોસાથ તમામ દીકરીઓ એ પરિવારને આર્થિક મદદ માટે આગળ આવવું જોઈએ

હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220307-195619__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *