Gujarat

જેતપુરના વાળાડુંગરાની સીમમાંથી 50 બોટલ દારૂ ગ્રામ્ય એલસીબીએ કબ્જે કર્યો

રાજકોટ ગ્રામ્ય પોલીસ બોટાદની કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ દારૂના ગેરકાયદેસર વેપાર પર સતત દરોડા કરી રહી છે. ત્યારે આજરોજ રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમ જેતપુર તાલુકાના વાળાડુંગરા ગામની સીમમાં ત્રાટકી હતી. પોલીસે દરોડો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા દરોડો કરી જેતપુરના વાળાડુંગરા ગામની સીમમાં છાપરાવાડી ડેમ પાસેથી બાવળની ઝાડીમાંથી મોટો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ઝાડીમાંથી 50 બોટલ દારૂ કબ્જે કર્યો છે જ્યારે દારૂ મંગાવી સંગ્રહ કરનાર આરોપી બુટલેગર રામકુ ઉર્ફે રામજી બાવનજીભાઈ મકવાણા રહે. વાળાડુંગરાને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ 65-એ 116 બી પ્રમાણે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *