જેતપુરના ધોરાજી રોડ પાસે આવેલ દાસી જીવણ પરા પાસેથી પસાર થતી ભાદર કેનાલમાં સાધુની પહેરવેશ વાળી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવેલી લાશથી ચકચાર મચી જવા પામી છે. જેતપુર પોલીસે કેનાલમાંથી લાશ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.
રુદ્રનદજી ગુરુપરમેશ્વરાનંદ ગીરીજી
બીલખા પાસે ખાખડીયા ગામના પરમહંસ મઢ આશ્રમના સાધુના હોવાનું સામે આવ્યુ હતું લાશ પાણી ઉપર તરતી હોઈ તેમજ હાથ-પગ બાંધેલી હાલતમાં ફુલી ગયેલી લાશ કેનાલના અંદર તરતી જોવા મળતા.સ્થાનિકોએ નગરપાલિકા તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી નગરપાલિકાનાં ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક લોકો માંરફતે બહાર કાઢવામાં હતી અને તેને જેતપુર સરકારી હોસ્પિટલમા પી.એમ. માટે લાવવામાં આવી હતી.
આ ઘટનામાં વૃદ્ધ સાધુને દોરીથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળી આવેલી લાશથી અનેક તર્ક-વિતર્ક ઉઠવા પામ્યા હતા. કોઇ આ વ્યક્તિને કાવતરૂ કરી હાથ-પગ બાંધી કેનાલમાં નાખી દીધો હોવાની પણ ચર્ચા ઉઠતાં આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે પી.એમ. રીપોર્ટ અને તપાસ બાદ જ મોતનું રહસ્ય જાણી શકાશે તેમ જણાવ્યું હતું.
હરેશ ભાલીયા જેતપુ


