Gujarat

જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ સાયબર ક્રાઇમ અંગેના ગુનાના કામની આરોપીને ત્રિપુરા રાજ્યના અગરતલા ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

આજના ટેકનિકલ યુગમાં સાયબર ફ્રોડ થવાના બનાવો દિવસે ને દિવસે વધવા પામેલ છે. જે સંબંધે જેતપુરપાવી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડા જેતપુરપાવી શાખાના ખાતા ધારકના બેન્ક ખાતામાંથી ૨,૨૭,૬૯૮/- રૂપીયા ફરીયાદીની જાણ બહાર કોઇ અજાણી વ્યકિત દ્વારા ઉપાડી લેવામાં આવેલ જે સંબંધે જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ જેથી આવા પ્રકારના ગુનાઓ બનતા અટકે અને ગુનો કરનાર ઇસમોની પોલીસ અટકાયત કરે તે હેતુંથી  ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લાના થાણા અમલદાર શ્રીઓ તથા એલ.સી.બી./ સાયબર ક્રાઇમ સેલ ના અધિકારીઓને જરૂરી તકેદારીઓ રાખવા તેમજ સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારોને ઝડપી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શા આપેલ જે સંબંધે જેતપુરપાવી પો.સ્ટે. ખાતે સાયબર ક્રાઇમ સંબંધીત નોંધાયેલ ગુનાની તપાસ શ્રી એચ.એચ.રાઉલજી. ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓને સોંપવામાં આવેલ એચ.એચ.રાઉલજી દ્વારા સદર ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને ટેકનિકલ ટીમની મદદથી ફરીયાદીના ખાતામાંથી જે ખાતામાં રૂપિયા ગયા છે તે અંગે વિગતવારની માહીતી કઢાવતા આરોપીનું બેન્ક એકાઉન્ટ ચેન્નાઇમાં હોવાનું જાણવા મળેલ અને આરોપી પોતે ત્રિપુરા રાજ્યના અગરતલાની રહેવાશી હોવાનું જાણવા મળેલ જેથી એલ.સી.બી. ટીમ તથા કે.એ.ડાભી પો.ઇન્સ. મહિલા પો.સ્ટે.ને ત્રિપુરા રાજ્યના અગરતલા ખાતે મોલકી આપી આરોપી અંગે માહિતી એકત્રીત કરી સ્થાનિકલ પોલીસની મદદથી એલ.સી.બી. દ્વારા આરોપીને ઝડપી પાડી છોટાઉદેપુર ખાતે લાવી જેતપુરપાવી ખાતે નોંધાયેલ સાયબર ક્રાઇમ અંગેના ગુનામાં અટકાયત કરવામાં આવેલ છે.
આમ ૪૦૦૦ કિ.મી. દુર રહેતી આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી ગુના સંબંધે પુછપરછ કરી ફ્રોડ થયેલ રૂપિયા કયાં છે અને આ ફ્રોડ કરવામાં અન્ય બીજા કેટલા સહ આરોપીઓની સંડોવણી છે તે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *