Gujarat

જેતપુરમાં ડો. ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી, બાઈક રેલી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા
જેતપુર ખાતે ડો. ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વિભૂતિ વિશ્વરત્ન ભારતના પ્રથમ કાયદા પ્રધાન અને બંધારણના ઘડવૈયા એવા ડો. બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતી નિમિત્તે આંબેડકરજીની પ્રતિમાને લોકોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. તેમજ આંબેડકર જયંતીની પૂર્વ સંધ્યાએ સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જયભીમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું.
આજે સવારે 9-30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમાં એક સમાજ એક રેલી નાં સૂત્ર સાથે  ઢોલ નગારા ડીજેના તાલે ધોરાજી રોડ પરથી પ્રસ્થાન થઈ તીનબતી ચોક ,સ્ટેન્ડ ચોક મેઈન બજાર થઈ આંબેડકરજીની પ્રતિમા ખાતે આવી પહોંચતા ત્યાં ફુલહાર કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયા જિલ્લા બેંકના ડિરેક્ટર લલિત રાદડિયા તેમજ અગ્રણીઓ અને મહેમાનો સમાજ શ્રેષ્ઠીઓ જુદી જુદી સંસ્થાના હોદેદારો સહીતના લોકો હાજર રહી આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જેતપુર નગરપાલીકા અને સેવક ગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *