જેતપુર શહેરમાં ખાંટ જ્ઞાતિના સ્મશાન પાછળ ભાદર નદીમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખસેડાયો હતો. અને થોડીવારમાં જ અજાણ્યા મૃતદેહની ઓળખ થઈ ગઈ હતી.
જેતપુર શહેરના ખાંટ જ્ઞાતિના સ્મશાન પાછળ ભાદર નદીમાં અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ તરતો હતો. જેની માહિતી મળતા પોલીસને મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. તો એક સેવાભાવી યુવાન દ્વારા પાણીમાં આ વૃદ્ધ કદાચ જીવીત હોય તે આશાએ તેને પાણીમાંથી બહાર કાઢી શ્વાસોશ્વાસ આપવાની કોશિષ કરેલ. પરંતુ તેમાં તેને કામયાબી મળી ન હતી. અને વૃદ્ધનું પાણીમાં ડૂબાય જવાથી પેલા જ મોત નીપજ્યું હતું. પોલીસ સ્થળ પર પહોચીને જોતા કોફી કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ અંદાજીત ૬૦ થી ૬૫ વર્ષની ઉંમર ધરાવતો અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ હતો. અને થોડે દુર વૃદ્ધની કાંડા ઘડિયાળ, એક કાળા કલરની પ્લાસ્ટીકનું ઝભલુ અને સાડીનું છાપકામ કરવાની પાટલી મળી આવી હતી.
અને ત્યાં ઉપસ્થિત યુવાનોએ પોલીસને આ વૃદ્ધ ઘેટાંવાળા પ્લોટ વિસ્તારમાં રહેતા હોવાનું જણાવેલ. જેથી પોલીસે તે વિસ્તારમાં તપાસ કરતા વૃદ્ધની ઓળખ મળી ગઈ હતી. વૃદ્ધનું નામ બટુકભાઈ ભગવાનજીભાઈ સરવૈયા હોવાનું જાણવા મળ્યું હતું. વૃદ્ધ સવારે ઘરેથી નીકળી ગયા હતા અને કદાચ પાણીમાં ન્હાવા માટે પડેલ હોય અને અકસ્માતે ડૂબી ગયા હોય તેવી પ્રાથમિક વિગત જાણવા મળી છે. વૃદ્ધના મોતનું સચોટ કારણ પીએમ બાદ જાણવા મળશે તેમ પોલીસે જણાવેલ


