Gujarat

જેતપુર એસટી વર્કશોપમાં કામ કરતા કર્મચારી ઉપર હુમલો એસટી ડ્રાઈવર તેમજ અન્ય શખ્સ દ્વારા કરવામાં આવ્યો હુમલો.

જેતપુર ધોરાજી રોડ ઉપર આવેલ એસટી વર્કશોપમાં ફરજ મિકેનિકલ તરીકે ફરજ બજાવતા કર્મચારી ઉપર એસટી બસના ડ્રાઇવર તેમજ અન્ય શખ્સએ હુમલો કર્યો હતો જેમાં બંને આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ  ઢિકાપાટુનો માર મારી ડીશમીસ થી ઉજરડા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી કર્યાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે.
બનાવની વિગતો મુજબ જેતપુર શહેરના ધોરાજી રોડ ઉપર આવેલ એસ. ટી વર્કશોપમાં મિકેનિકલ તરીકે ફરજ બજાવતા કર્મચારી દિલીપ બાબુભાઈ બાવળીયા જાતે. કોળી ઉ.વ.29 એ નોંધાવેલી ફરિયાદ મુજબ જેતપુર એસટી , ડેપોમાં બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવન પ્રતાપભાઇ મેરામભાઈ બાબરીયા જેઓ એસ.ટી.બસ જેના રજી નંબર જી.જે .૧૮ ઝેડ ૫૪૫૬ જેતપુર અમરેલી રૂટમાં ફરજ બજાવતા હોઈ જે દરમિયાન અકસ્માતે એસટી બસ આગળની કમાનનું સેકન્ડ લીફ તૂટેલ હોઈ જે માલુમ પડતા ગત તા૦૬/૧૦ ના રોજ  જેતપુરના એસ.ટી ડેપો મેનેજર પીર મહમદ મીરના કહેવાથી ડ્રાઇવર પ્રતાપભાઇને ફરજમાં અનિમિતતા દાખવવા અંગે ખુલાસો રિપોર્ટ આપતા ડ્રાઇવર પ્રતાપભાઇ એ લીધેલ નહોતો જેથી આ રીપોર્ટ ફરિયાદીએ જેતપુરના ડેપો મેનેજર ઓફિસમાં રાખી દીધેલ બાદ ગત તા.૦૮/૧૦ નાં સાંજના સાત વાગ્યા દરમિયાન    એસ.ટી.વર્કશોપ જેતપુર ખાતે ફરિયાદી તેમજ ડેપો મેનેજર  હેલ્પર નિકુલભાઈ  ગોહેલ તથા મનોજભાઇ જોગી હાજર હતા . તે દરમ્યાન એસ.ટી.બસના ડ્રાઇવર પ્રતાપભાઈ મેરામભાઈ બાબરીયા તેમજ દિલીપભાઈ ઓઘાભાઈ શેખવા બન્ને આવેલ અને ફરિયાદી મિકેનિકલ કર્મચારીને કહેવા લાગે કે ખુલાસો કેમ પુછો છો એમ કહી  ગાળો કાઢવા લાગેલ જેથી ફરિયાદીએ ગાળો કાઢવાનીના પાડતા આરોપી ડ્રાઇવર પ્રતાપભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને આડેધડ શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ ત્યાર બાદ ગળાના ભાગેથી પકડી રાખેલ અને  તેઓની સાથે આવેલ દીલીપભાઇ શેખવાએ બાજુમાં પડેલ ડીશમીશ   પેટના ભાગે મારી ઉજરડા કરી દીધેલ એવામાં બાજુમાં રહેલ બન્ને હેલ્પર તેમજ ડેપો મેનેજર વચ્ચે પાડી છોડાવેલ ત્યારબાદ બંને આરોપીઓ ફરિયાદી કર્મચારીને જતા જતા કહેતા કહેલ કે હવે જેતપુરમાં નોકરી કેમ કરે છે હવે તને મારી નાખવો છો તેવી ધમકી આપી બન્ને જતા રહેલ ફરિયાદી કર્મચારી ઇજાગ્રસ્ત થતા તેમના સાથી હેલ્પર કર્મચારીઓએ દિલીપભાઈ ને જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
જેતપુર સિટી પોલીસે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ફરિયાદી મિકેનિકલ કર્મચારી દિલીપભાઇ બાબુભાઈની ફરિયાદ ઉપરથી એસટી ડ્રાઇવર પ્રતાપભાઇ બાબરીયા તેમજ દિલીપભાઈ શેખવા વિરુદ્ધ આઇપીસી કલમ  ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨ ),૧૧૪ મુજબનો ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે

IMG-20221009-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *