Gujarat

જેતપુર તાલુકાના તલાટી મંત્રીઓએ વીરપુર જલારામ બાપાને આવેદન પત્ર આપ્યું

સમગ્ર રાજ્યમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા અલગ-અલગ તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે જેતપુર તાલુકા ના તલાટી કમ મંત્રીઓ દ્વારા વીરપુર જલારામ બાપાના મંદિર સુધી પગપાળા યાત્રા યોજવામાં આવી હતી. સંત શ્રી જલારામ બાપાના મંદિર પર પહોંચી તલાટીઓએ જલારામ બાપાને આવેદન આપી સરકાર વહેલી તકે તેમની માગણીઓનો નિકાલ લાવે તેવી પ્રાર્થના કરી હતી
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં મુખ્ય માર્ગ પર રેલી યોજી પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. તલાટી મંત્રીઓના અનેકવિધ પડતર પ્રશ્નોને લઇ છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે અપેક્ષાઓ છે ત્યારે હજુ પણ પડતર પ્રશ્નો સરકાર દ્વારા નિરાકરણ ન કરાતા જેતપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા વિરપુર ગ્રામ પંચાયતથી લઈ જલારામ મંદિર સુધી રેલી યોજી હતી તેમજ તેમની પડતર માંગણીઓને લઈ જલારામબાપાને આવેદન આપ્યુ હતું.
આ આવેદનમાં જલારામ બાપાને પ્રાર્થના કરી હતી કે છેલ્લા કેટલાક સમય થી તલાટી કમ મંત્રીઓ દ્વારા અનેક રજૂઆત છતાં પણ સરકાર દ્વારા પડતર પ્રશ્ન અંગે કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. જેના પગલે જેતપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા જલારામ બાપાને આવેદન આપી અને પડતર પ્રશ્નોનું સરકાર તાત્કાલિક ધોરણે નિરાકરણ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
તલાટી કમ મંત્રીઓ દ્વારા અનેક વખત એક ગામ એક તલાટી,ગ્રેડ પે સહિતના અનેક પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર છે. ત્યારે સરકાર દ્વારા આ પડતર પ્રશ્નોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તલાટી કમ મંત્રીઓ દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. તલાટીની હડતાલને કારણે ગ્રામપંચાયત ની કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ છે જેના લીધે અનેક ગ્રામજનો પણ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે

IMG-20220808-WA0158.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *