Gujarat

જેતપુર તાલુકાના રેશમડીગલોળ ગામમાં ખાનગી બસ અને એક્ટિવાનું અકસ્માત સર્જાતા હલ્લાબોલ

ગ્રામલોકોમાં આક્રોશ ફેલાઇ જતા પથ્થરમારો કરી બસના કાચનો કચ્ચરઘાણ કરી નાખ્યો

જેતપુર તાલુકાના રેશમડી ગા ગામમાં ભેસાણ થી સુરત જતી ખાનગી બસ અને એક્ટિવા પર જતા દપંતીને હડફેટે લેતા એક્ટિવા પાછળ બેઠેલ ગામની મહિલાનું કમકમટીભર્યુ સ્થળ પર મોત નિપજ્યું હતું જેથી ગ્રામજનોમાં આક્રોશ ફેલાઇ જતા હલ્લાબોલ બોલાવ્યો હતો

બનાવની વિગત મુજબ જેતપુર તાલુકાના રેશમડી ગાલોળમાં રહેતા અને સુરત થી લગ્ન માટે આવેલ ગોરધનભાઈ ભલું તેમજ તેમના પતિ રસીલાબેન ભલું દંપતિ એક્ટિવા લઈ ઘર તરફ જતા હતા ત્યારે ભેસાણ થી સુરત તરફ જતી ખાનગી બસ જીજે ૦૫ બીએક્સ ૭૪૦૦ ચાલક બે ફિકરાઈ થી ચલાવી આવતો હોઈ ત્યારે દંપતી ને અડફેટે લેતા અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા મુસાફરો રઝળી પડયા હતા તેમજ સ્થળ પરથી ચાલક ફરાર થયો હતો જેથી ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ખાનગી બસ પર પથ્થરમારો કરી કાચ તોડ્યા હતા જેથી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો

હરેશ ભાલીયા જેતપુર

IMG-20220507-WA0192.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *