Gujarat

ડભોઈ રોડ પરના ટીમ્બર માર્કેટમાં એક જ રાતમાં ૧૦ ગોડાઉનના તાળાં તૂટ્યા

વડોદરા
વડોદરા શહેરના ડભોઇ રોડ સોમા તળાવ પાસે ટીમ્બર માર્કેટ એસ્સેટ આવેલું છે. આ એસ્ટટમાં વિવિધ ચિજવસ્તુઓનું ઉત્પાદન કરતા વર્કશોપ તેમજ ગોડાઉનો આવેલા છે. વર્કશોપ અને ગોડાઉનોમાં ઓફિસો પણ આવેલી છે. રાત્રે ત્રણ જેટલા તસ્કરો એસ્ટેટમાં ત્રાટક્યા હતા. અને એક પછી એક ગોડાઉનોના તાળાં તોડી ગોડાઉનો અને વર્કશોપ સ્થિત ઓફિસોમાં ઘૂસ્યા હતા. અને ઓફિસોના ડ્રોઅરો ખોલી તપાસ કરી હતી. સવારે ગોડાઉનો અને વર્કશોપમાં આવેલા માલિકોને ચોરી થઇ હોવાની જાણ થતાં વેપારીઓ એકઠા થઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે વેપારીઓની ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. વેપારીઓએ પોલીસને સી.સી. ટી.વી. ફૂટેજ પણ આપ્યા હતા. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. એસ્ટેટમાં ત્રાટકેલા તસ્કરો સી.સી. ટી.વી.માં કેદ થઇ ગયા છે. સી.સી. ટી.વી. ફૂટેજમાં તસ્કરો ત્રણ જેટલા હોવાનું જણાઇ આવે છે. ઉપરાંત તસ્કરો ચડ્ડી-બનીયનધારી હોવાનું પણ જણાઇ આવ્યું છે. એકજ રાતમાં દસ ગોડાઉન-વર્કશોપના તાળાં તૂટતા માલિકો પણ ચોંકી ઉઠ્‌યા હતા. વેપારીઓએ વિસ્તારમાં રાત્રિ પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માંગણી કરી છે. આ બનાવે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાં ચકચાર જગાવી મુકી છે. ટીમ્પર માર્ટ એસ્ટેટમાં શ્રીનાથ એસેસરીઝના નામે વ્યવસાય કરતા ગૌરાંગભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમારા એસ્ટેટના દસ ગોડાઉન-વર્કશોપમાં થયેલી ચોરીના બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ આવી હતી. પોલીસે ફરિયાદ કરવા માટે બોલાવ્યા હતા. પરંતુ, અમે ફરિયાદ માટે ગયા નથી. ગોડાઉન-વર્કશોપમાં વધુ મુદ્દામાલની ચોરી થઇ નથી. પરંતુ, અવાર-નવાર અમારા એસ્ટેટમાં ચોરીના બનાવો બની રહ્યા છે. અમારી માંગણી છે કે, પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવે.શહેરમાં સોળે કળાએ ખીલેલો શ્રાવણીયો જુગાર પકડવામાં પોલીસ તંત્ર વ્યસ્ત છે. ત્યારે આ તક લઇને તસ્કર ટોળકી સક્રીય બની ગઇ છે. મોડી રાત્રે શહેરના ડભોઇ રોડ સોમા તળાવ પાસે આવેલા ટીમ્બર માર્કેટ એસ્ટેટમાં તસ્કરો ત્રણ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. અને દસ જેટલા ગોડાઉન- વર્કશોપના તાળાં હજારોની ચોરી કરી ગયા હતા. રાત્રે ત્રાટકેલા તસ્કરો સી.સી. ટી.વી.માં કેદ થઇ ગયા છે.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *