અમરેલી
કોંગ્રેસ દ્વારા ચૂંટણી નજીક આવતા કાર્યકરોનો જાેમ જુસ્સો વધારવા માટેનો એક પ્રયાસ લાગી રહ્યો છે. અહીંયા મેનિફેસ્ટો માટે કાર્યકરો પાસેથી સૂચનો, માર્ગદર્શન નેતાઓ લઈ રહ્યા હતા કાર્યકરો સાથે સીધો સંવાદ કરતા વધુ જાેવા મળ્યા હતા, વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત પાંચેય બેઠકો કોંગ્રેસે કબજે કરી લીધી ત્યારબાદ ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેના કારણે હજુ ૪ બેઠક કોંગ્રેસ પાસે છે. હવે ૨૦૨૨માં આ બેઠકો જાળવી રાખવા કોંગ્રેસ હરકતમાં આવી છે. તો તેની સામે આ બેઠકો આચકી લેવા ભાજપ સતત રણનીતિઓ અપનાવી બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે.૨૦૨૨ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અમરેલી કોંગ્રેસનો ગઢ તોડવા માટે કામે લાગી છે. તેની સામે હવે કોંગ્રેસ પણ હરકતમાં આવી કાર્યક્રમો શરૂ કરી દીધા છે. અમરેલી ખાતે આજે પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ‘બોલો સરકાર’ ૨૦૨૨ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેનિફેસ્ટો સંવાદ અભિયાન જનસંપર્ક અભિયાન માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. જેમા આ કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ચારેય ધારાસભ્ય એકમંચ ઉપર જાેવા મળ્યા હતા.


