Gujarat

ડાંગના વધઇ તાલુકામાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ડાંગ
ડાંગ જિલ્લા ના વઘઇ તાલુકામા આવેલ ગુંનદુનપાણી ગામના કોતરમા અજાણ્યા યુવકનો મૃતદેહ દેખાતા પોલિસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી પી.એમ. માટે નજીકના સીએચસી વઘઇ ખાતે મોકલાઇ હતી. પોલિસ ખાતા તરફ થી પ્રાપ્ત વિગતો મુજબ ગુંનદુનપાણી ગામના કોતરમાંથી મળેલ બિનવારસી મૃતક યુવક ની ઉમર આશરે ૩૫ વર્ષ આસપાસ હોઈ એમ જણાતું હતું. મરણ જનાર યુવકના માથામાં ઇજાઓથી લોહી નીકળેલ જાણતું હતું. મૃતક યુવાન ના કાન ના પાછળ ના ભાગે ૐ નું નિશાન કોતરાવેલ જણાતું હતું. આ કેશ બાબતે વઘઇ પી.એસ.આઇ. એ એ.ડી. દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *