ડીસા
ડીસાની વસુંધરા સોસાયટીમાં સાંજે એક બંધ મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. આગમાં ટીવી અને ફ્રીજ સહિત ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે ફાયર ફાઇટરની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા વસુંધરા સોસાયટીમાં એક બંધ મકાનમાં મોડી સાંજે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગ લાગતા જ મકાનમાં ટીવી અને ફ્રીજ સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચાલુ કર્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ઇલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ થઈ જતા મકાન માલિક વેરશી પ્રજાપતિને નુકસાન થયું હતું. જાે કે ઘર બંધ હોવાના કારણે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.


