Gujarat

તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર

વેકેશન બાદ આજથી શાળાઓમાં નવા સત્ર નો પ્રારંભ થયો છે,ત્યારે છોટાઉદેપુર માં પણ પહેલા દિવસથી જ વિદ્યાર્થીઓમાં શાળામાં જવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,તો શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી મોઢું મીઠું કરવી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યું,    ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ આજથી શાળાઓ ફરી શરૂ થઈ છે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છીટાઉદેપુર માં શાળાએ જવા વિદ્યાર્થીઓમાં થનગનાટ જોવા મળ્યો ,છોટાઉદેપુર ની  ડોનબોસ્કો શાળામાં પ્રથમ દિવસેજ વિદ્યાર્થીઓ ની મોટી સંખ્યા જોવા મળી…જાણે વિદ્યાર્થીઓ ક્યારે શાળા ખુલે અને અમે શાળામાં જઈએ તેની રાહ જોઈ રહયા હતા, નવા સત્રમાં નવા મિત્રો ને મળવાનો અને ઉપલા વર્ગમાં અભ્યાસ કરવાનો આંનદ તેઓમાં વર્તાઈ રહ્યો છે,વહેલી સવારથી જ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શાળાએ પહોંચી ગયા હતા અને પોતાના મિત્રો સાથે વાતો કરતા જોવા મળ્યા,   નવા સત્રમાં શાળામાં ધોરણ 6 અને 9 મા નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ને સરકારના શાળા પ્રવેશોત્સવ અભિગમ અંતર્ગત પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી શાકર ખવડાવી મો મીઠું કરાવી આવકારી પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી ,શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

Screenshot_20220613-124043_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *